અમદાવાદના આંબલી-બોપલ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી રાધેશ્યામ મિશ્રા નામનો સિકયુરીટી ગાર્ડ જ નીકળ્યો હતો. ભારે જહેમત બાદ ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. સીસી ટીવીમાં સવારે 5-30 વાગે એક બાઈક ચાલક દેખાયો હતો જે બાળકીના ઘર પાસેથી પસાર થયો હતો. બાદમાં આ બાઈક ચાલકને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આખરે આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી રાધેશ્યામ મિશ્રા સિક્યુરિટી ગાર્ડના સુપરવાઈઝર તરીકે કામ કરે છે. બનાવના દિવસે 28 ડિસેમ્બરે બિસ્કિટ ખાવાની લાલચ આપી બાઈક પર અલગ અલગ જગ્યા સાણંદ, હેબતપુર સહિતની જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં દુષ્કર્મ ગુજારીને છોડી દીધી હતી. પોલીસ પુછપરછમાં રાધેશ્યામને ત્રણ બાળકો છે. જેમાં 12 વર્ષની બાળકી છે.