સમગ્ર ગુજરાતમાં કેસ વધી રહયા છે તેમાં અમદાવાદમા સૌથી વધુ કેસ નોધાાઈ રહ્યાં છે. અમદાવાદમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યોં છે. અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલની સાથેસાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સોમવારની સ્થિતિએ અમદાવાદની 150 જેટલી ખાનગી હોસ્પિટલના 5578 બેડમાંથી 5419 બેડ ઉપર કોરોનાના દર્દીઓ દાખલ હતા. ખાનગી હોસ્પિટલના 97 ટકા બેડ ફૂલ થઈ ગયા હતા. શહેરમાં આ હોસ્પિટલોમાં ફકત બે વેન્ટિલેટર ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું હતું. બીજી તરફ સરકારી 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં સોમવારે સાંજે 1168, કિડની હોસ્પિટલમાં 167, મંજુશ્રી કોવિડ હોસ્પિટલમાં 365, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 425 દર્દીઓ દાખલ હતા. સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી આશરે 60 ટકા દર્દીઓ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર ઉપર હતા. સૌથી વધુ 108 ની સ્થિતિ ગંભીર છે એક કોલમાં 4-4 કલાકનુ વેઈટીગ ચાલી રહ્યુ છે. સ્મશાનામં પણ અંતિમ વિધિમાં પણ લાંબુ વેઈટીગ છે.