ઘરકંકાસમાં માતાએ પુત્રીની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવ્યું

ઈસનપુર ખાતે ઘરકંકાસમાં માતાએ પોતાની પુત્રીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ-અલગ ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના ૬ લોકોની ધરપકડ કરી હતી. ઇસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરીની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી  તપાસ કરતા માતા નિમિષા સોલંકીએ દોઢ વર્ષની બાળકી મૈત્રીને ગળે ફાસો આપી હત્યા કરી દીધી અને બાદમાં માતા આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. મળતી માહીતી અનુસાર રાત્રે આ પરિવારમાં ઝગડો થયો હતો અને ત્યારબાદ પરિવારના તમામ સદસ્યો ઉંઘવા ગયા ત્યારે પરિણીતાએ પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો અને જેથી બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક નિમિષાના લગ્નના ૩ મહિના પછી સાસરિયાઓએ માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૃ કરી દીધું હતું. ત્યાર બાદ નિમિષા પોતાના પિયર આવી ગઈ હતી અને વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં પરણીતા નિમિષાએ સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ ૪૯૮ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેમાં સાસરિયાઓની ધરપકડ કરાઈ હતી. તે બાદ સાસરિયા દ્વારા પુત્રવધૂ નિમિષા સમજાવી ઘરે લાવ્યા હતા. પરંતુ સાસરિયા દ્વારા ત્રાસ આપતા અને તે રાત્રે ઝગડો થયા બાદ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *