અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી વેજલપુરના 69 વર્ષના વૃદ્ધાની ડેડબોડી અદલાબદલી થઈ જતા હોબાળો મચી ગયો છે. વેજલપુરમાં રહેતા લેખાબેન ચંદનું 11મી નવેમ્બરના રોજ કૂદરતી રીતે મોત થયું હતું. જેથી અંતિમવિધિ કરવા માટે તેમનો પુત્ર કેનેડાથી અમદાવાદ આવ્યો હતો. પરંતુ વીએસ હોસ્પિટલમાં ડેડબોડી લેવા જતા બીજા કોઈને અપાઈ ગઈ હોવાથી જાણ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરાઈ હતી 13મી તારીખે પાલડીમાં રહેતો રાજીવ બગડીયા નામનો વ્યક્તિ પોતાની માતાની ડેડબોડી વીએસ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી લઈ ગયો હતો. જે બોડી લઈ ગયો તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ રાજીવની પૂછપરછ કરી રહી છે.પોલીસે હવે તપાસ શરુ કરી છે જેની સાથે ડેડબોડી બદલાઈ ગઈ હતી તેઓએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. જે વ્યક્તિ બોડી લઈ ગયો હતો તેની એલિસબ્રિજ પોલીસે અટકાયત કરી છે.