એપલ કંપનીને 840 કરોડનો દંડ, જૂના આઈફોન સ્લોનો લાગ્યો આરોપ

દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 11.3 કરોડ ડોલર (અંદાજે 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. આરોપ છે કે વર્ષ 2016માં એપલે આઈફોન 6, 7 અને એસઈના મોડેલનું અપડેટ જારી કર્યુ હતું. જેનાથી જૂના આઈફોન સ્લો થઈ ગયા હતા. અપડેટ જારી કરતા પહેલા કંપનીએ પોતાના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપી નહોતી.કેલિફોર્નિયાના એટર્ન જનરલ ઝેવિયર બસેરાએ કહ્યું હતું કે આ દંડ અમેરિકાના 33 રાજ્યો અને કોલંબિયા ડીસી તરફથી દાખલ અરજીના નિકાલ દરમિયાન લગાવાયો હતો. અહેવાલો અનુસાર, એપલ આ દંડ ચૂકવવા માટે તૈયાર થઈ છે પરંતુ તેણે ભૂલ હોવાનું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *