બિહારના સિવાન જિલ્લામાં એક સાઈકિક પિતાએ તેનાં પાંચ બાળક અને પત્ની પર કુહાડીથી હુમલો કરી દીધો છે. ચાર બાળકનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે, જ્યારે પત્ની અને બાળકીની હોસ્પિટલમાં ગંભીર હાલત છે. સિવાન જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા અલીમર્દનપુર ગામમાં પોતાના જ પરિવાર પર પિતા અવધેશ ચૌધરીએ કુહાડીથી હુમલો કરી દીધો હતો અને પોતે પણ ઝેરી દવા ખાઈને મરવાનુ નાટક કર્યુ હતુ. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. કસ્ટડીમાં સ્થાનિક હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી છે. આ કેસમાં નવાઈની વાત તો એ છે કે અવધેશ નામના આરોપીએ જાતે જ કોલ કરીને પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. બાળકોની હત્યા કરીને અવધેશે પણ કોઈ ઝેરીલી વસ્તુ ખાઈ લીધી હતી.