ગુજરાતના સૌથી મોટા ચર્ચાસ્પદ કેસ બિનસચિવાલય પરીક્ષા પેપર લીક મામલે સીટની ટીમે 6 લોકોની ધરપકડ કરી છે જેમાં એક મુખ્ય સુત્રધાર તલાટી કમ મંત્રી પ્રવિણદાન ગઢવી અને એક એમએસ સ્કુલના પ્રિન્સીપાલ વિજેન્દ્રસિંહ વાઘેલાનો મુખ્ય રોલ હતો. જયારે અન્ય આરોપીમાં લખવિંદરસિંહ સિધુ અને શિક્ષક ફકરુદીન પણ છે જોકે હાલમાં મુખ્ય સુત્રધાર પ્રવિણદાન ગઢવી ફરાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષામાં પેપર ફુટવાની અનેક ઘટનાઓ સામે આવી હતી જેને સરકારે ગંભીર ગણીને સીટની રચના કરી હતી સાથોસાથ 16 ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષા રદ પણ કરી દીધી હતી આ કેસની વિગતો આપતા રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પ્રવિણદાન ગઢવી સમગ્ર પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે.
1 પ્રવિણદાન શિવદાન ગઢવી (વોન્ટેડ)
2. મહંમદ ફારૂક અબ્દુલ વહાબ કુરેશી
3. વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા
4. ફકરૂદ્દીન હૈદરભાઈ ઘડીયારી
5. દીપકભાઈ પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ રાજાભાઈ જોષી
6. લખવિન્દરસિંગ ગુરુનામસિંગ સીધુ
7. રામભાઈ નરેશભાઈ ગઢવી
8. ગૌરવકુમાર ભુપતકુમાર વઢેલ
પરીક્ષા પહેલાં પ્રવિણદાન ગઢવીએ દાણીલીમડા-શાહઆલમમાં આવેલી એમએસ સ્કુલના પ્રિન્સીપાલ વિજેન્દ્રસિંહ વાઘેલાની સાથે મળીને પેપર મેળવી લીધી હતુ જેમાં આ સ્કુલના શિક્ષક અને સુપર વાઈઝર ફખરુદીને આવેલા પેપર સેટમાંથી એક પેપર કાઢી લઈને વિજેન્દ્રસિંહને આપ્યુ હતુ. બાદમાં વિજેન્દ્રસિંહે મોબાઈલથી ફોટો પાડી લઈને ફખરુદીને પાછુ પેપર સેટમાં ગોઠવી દીધું હતુ. આ પેપર બાદમાં વ્હોટસઅપ અને ટેલિગ્રામની મદદથી સંબધીઓે ફરતુ કરી દેવાયું હતુ. આ કેસમાં સૌથી નવાઈની વાત એ છે કે આચાર્ય વિજેન્દ્રસિંહ વાઘેલા પણ ખુદ આ પરીક્ષાના ઉમેદવાર હતા તેઓ પેપર લઈને પાછા પોતાના સેન્ટર પર જતાં રહ્યાં હતાં. આગામી સમયમાં પકડાયેલા લોકોની પુછપરછમાં વધુ નામો ખુલવાની શકયતા છે.
કયારે શું બન્યું
– 17 નવેમ્બરના રોજ પરીક્ષા શરૂ થતાં જ ગેરરીતિઓના વિડિયો વાઈરલ
– 22 નવેમ્બરે ઉમેદવારોએ ગેરરીતિ મામલે ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆતો કરી
– 29 નવેમ્બરે કોંગ્રેસે સામુહિક ચોરીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા
– – 3 ડિસેમ્બરે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારોનુ આંદોલન
– 4 ડિસેમ્બરે પુરવા છતાં સરકારે પેપર લીક થયું હોવાનો ઈન્કાર કર્યો
– 14 ડિસેમ્બરે FSLએ એક કલાક પહેલા પેપર લીક થયું હોવાનો રિપોર્ટ
– 16 ડિસેમ્બરે સરકારે પરીક્ષા રદ કરી – 25 ડિસેમ્બરે પાંચ શખ્સોની ધરપકડ