મુંબઇ : બોલીવૂડ જ નહીં સાત સમંદર પાર નોરા ફતેહી લોકપ્રિય છે. બહુ ઓછા સમયમાં નોરાએ લોકોના દિલમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. સોશિયલ મીડિયા પર તે સતત પોતાની તસવીરો મુકતી રહે છે . નોરા ફતેહીને એક અસંષ છે કે તેનું એક શમણું સાકાર થયું નથી. યુવાન દિલોમાં સ્થાન બનાવી ચુકેલી નોરાએ કમર કસી છે. હાલમાં તેણે એક ડાન્સ રિયાલિટી શો પર મહેમાન બનીને આવેલી માધુરી દીક્ષિતને પોતાની ભલામણ કરવાની વિનંતી કરી છે. નોરાએ કહ્યું છે કે, સંજય ભણશાલી પોતાની ફિલ્મ માટે હિરોઇન શોધી રહ્યા હોય ત્યારે મહેરબાની કરીને તેમને કહેજો કે હું તેમની ફિલ્મમાં કામ કરવા આતુર છું. મારે તેમની ફિલ્મની હિરોઇન બનવું છે. તે પોતે માધુરીની પણ ફેન હોવાનું જણાવ્યું હતું. માધુરીથી પ્રેરિત થઇને જ તે ભારત આવી છે તેમ પણ નોરાએ કહ્યું હતું. તેને માધુરીની દેવદાસ એટલી બધી પસંદ છે કે, અત્યાર સુધીમાં તેણે બિલિયન વખત આ ફિલ્મ જોઇ છે.