કોરોના કાળમાં ભલે બોલીવુડમાં મંદી હોય પણ શાહરુખ ખાન માટે મંદી નથી. શાહરૂખે ફિલ્મની ફીના બદલે ફિલ્મની કમાણીમાં ૪૫ ટકાથી વધુ લેવાની ડીલ કરી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, શાહરૂખ અને આદિત્યનો સંબંધ વરસો જુનો છે. આ બન્ને વચ્ચે કદી ફીને લઇને કોઇ કરાર થતા નથી. શાહરૂખની છેલ્લી ફિલ્મ ઝીરો રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પણ ઊંધા માથે પટકાઇ હતી. પરંતુ કિંગ ખાન હજી પણ બોલીવૂડનો લોકપ્રિય સ્ટાર હોવાથી તેણે પણ આગામી ફિલ્મમાં નફામાં હિસ્સો રાખ્યો છે. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, શાહરૂખે આગામી ફિલ્મ પઠાનની વાર્તા સાંભળીને ફિલ્મના નફામાં પોતાના હિસ્સાની ડીલ કરી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમે પણ ફિલ્મ માટે કરોડોની ફી લીધી છે. જ્યારે શાહરૂખ ખાન ફિલ્મને ફાયદો થશે તેમાં પોતાનો હિસ્સો લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને પઠાનના મેકર્સ યશ રાજ બેનર સાથે શાહરૂખની ડીલ લગભગ પૂરી થઇ ગઇ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શાહરૂખ યશરાજ ફિલ્મસના નફામાં હિસ્સો લેતો રહ્યો છે. પહેલાની જેમ જ તેણે આ વખતે પણ પોતાની પઠાણ ફિલ્મ માટે આ જ શરત રાખી છે. જો આ ફિલ્મ રૂપિયા ૧૦૦ કરોડનો નફો કરશે તો શાહરૂખ રૂપિયા ૪૫ કરોડ મહેનતાણું મેળવશે.