સુશાંતસિહ રાજપૂત આત્મહત્યા કેસમાં નવા વળાંકો આવી રહ્યાં છે. ઈડી દ્રારા રિયા ચક્રવર્તીની તપાસમાં અનેક નવી બાબતો ખુલી રહી છે. તેની સાથે તેના પરિવારની પણ પુછપરછ ચાલુ છે. નાણાકીય વર્ષ 2017-18, 2018-19ના ITRમાં રિયા ચક્રવર્તીની કમાણીમાં વધારો થઇ ગયો હતો પરંતુ તે કેવી રીતે થયો તેનો કોઇ સોર્સ મળ્યો નથી. 2017-18માં તેની વાર્ષિક કમાણી 18,75,100 હતી જે 2018-19માં 18,99,270 થઇ ગઇ. 2017-18માં બહારના સોર્સથી થવાવાળી કમાણી 2017-18માં 1,27,625 હતી પરંતુ અચાનક જ 2018,19માં તે વધીને 2,38,334 થઇ જાય છે. એક મહત્વની વાત કે રિયાની ITRમાં ફિક્સ્ડ એસેટ્સ વર્ષ 2017-18માં 96,281 છે જ્યારે 2018-19માં તે વધીને 9,05,597 સુધી પહોંચી જાય છે. આ એક મોટુ માર્જીન છે. રિયાના શૅર હોલ્ડર ફંડ વર્ષ 2017-18માં 34,05,727 હતા જ્યારે 2018-19માં વધીને 42,06,338 થઇ જયા છે. ED તપાસ કરી રહી છે કે રિયાએ 2017-18માં 34 લાખના શૅર્સ ક્યાંથી ખરીદ્યા જ્યારે તેની કમાણી જ 18 લાખ રૂપિયા હતી. તે સિવાય તેની HDFC અને ICICI બેન્કમાં રહેલી તેની FDની પણ તપાસ કરશે.