સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનર સુરત શહેરની હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેસ, વગેરે ઢોર) માલિક, ગોપાલકોને જાહેરનામું પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં પોતાની માલિકીના તમામ ઢોરોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવવી તેમજ પોતાના ઢોરોનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે
આ ઉપરાંત ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય, ત્યારે આવા રજિસ્ટ્રેશન કરાવેલ ઢોરના માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ, અથવા વારસાઇ રૂપે માલિકી હક બદલાય તો તેની જાણ જેતે ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. આજ પ્રમાણે જો ઢોરનુ મૃત્યૃ થાય તો પણ તેની જાણ તેના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.
સુરત શહેર વિસ્તારના જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર, ઢોર માટે રસ્તા પર કોઈ પણ વ્યકિતઓએ ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ આગામી તા.15 એપ્રિલ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.