CBIએ YES Bank કૌભાંડ પ્રકરણમાં આખરે DHFL પ્રમોટર કપિલ વાધવાન અને RKW ડેવલપર્સના પ્રમોટર ધીરજ વાધવાનની મહાબળેશ્વરથી ધરપકડ કરી છે. સીબીઆઇ અધિકારીના જણાવ્યા મુજબ વધાબન બંધુઓ યસ બેન્કના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી રાણા કપૂર અને અન્ય વિરુદ્ધ લાંચ કેસમાં આરોપી છે. યસ બેંક કૌભાંડમાં 7 માર્ચે તેઓની વિરુદ્ધ કેસ નોંધાયા પછી બંને ફરાર હતા. જેમની એજન્સી શોધ કરી રહી હતી. આ મહિનાની શરુમાં બંનેની સતારા પોલીસના લોકડાઉનના નિર્દેશોનુ ઉલ્લંઘન કરવા મુદ્દે ધરપકડ કરાઈ હતી. વાઘવધાવન બંધુઓ 8 માર્ચથી સીબીઆઇ અને ઇડીની ભાગી રહ્યા હતા. યસ બેન્ક કેસમાં સીબીઆઈએ મહત્વના આરોપીની પુછપરછ કર્યા બાદ તપાસનો દોર ડીએચએફએલના પ્રમોટર તરફ લંબાયો હતો અને પૂછપરછ માટે તેમની શોધખોળ કરી રહી હતી.