કેન્દ્ર સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળાના આંકડા મંગળવારે જાહેર કર્યા હતા. આ સર્વેક્ષણમાં મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરે બાજી મારી છે. ઈન્દોર દેશભરમાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મોખરાના સ્થાન પર રહ્યું છે. આ સર્વેક્ષણમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભોપાલ નંબર બે પર હતું, પરંતુ બીજા ત્રિમાસિક ગાળામાં તે 5માં સ્થાન પર આવી ગયું છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5માં સ્થાન રહેલું રાજકોટ બીજા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર સુધારા સાથે 5 માં સ્થાને આવી ગયુ છે. જયારે વડોદરા 20 અને અમદાવાદનો 51મો નંબર આવ્યો છે. છેલ્લા 2 વર્ષની દેશના અલગ અલગ શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે જેમાં કેન્દ્રની ટીમો અલગ અલગ શહેરમાં જઈને સ્વચ્છતાના માપદંડો નક્કી કરે છે.