દિલ્હીમાં હિંસાની ઘટનાઓ બાદ હવે જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.જેમાં દિલ્હીની હિંસામાં જવાબદાર તત્વો સામે કડકમાં કડક સજાની માંગ કરી છે. મહત્વનું છે કે કેજરીવાલે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૌજન્ય મુલાકાત લીધી હતી તો હવે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. દિલ્હીની ચૂંટણી જીત્યા બાદ સૌ પ્રથમ વાર કેજરીવાલ પીએમ મોદીને મળ્યા છે. પીએમ સાથે મુલાકાત બાદ સીએમ કેજરીવાલે કહ્યું હતું કે મેં પીએમ મોદીને કહ્યું છે કે દિલ્હી હિંસામાં જે પણ કસુરવાર હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. અમે કોરોના વાઈરસ સામે સાથે મળીને કામ કરવાની વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો રવિવાર રાતથી જ્યારે અફવાઓ ફેલાવા લાગી હતી ત્યારે જ દિલ્હી પોલીસે ઝડપી પગલા ભર્યા હોત તો ઘણી લોકોના જીવ બચાવી શકાયા હોત. અત્યાર સુધી દિલ્હીમાં થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા 47 થઈ ગઈ છે. લગભગ 200 લોકો ઘાયલ છે. જેમની દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.