ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હવે કાર્યકારી અધ્યક્ષમાંથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. તેમની આ નિયુકિત બિન હરીફ કરાઈ છે જો કે આ પહેલા પાર્ટીના નિયમોનુસાર આ પદ માટે નોમિનેશન પ્રકિયા યોજાઈ હતી .જગત પ્રકાશ નડ્ડા સામાન્ય સહમતીથી ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા હેઠળ સોમવારે પાર્ટીના મુખ્યાલયમાં આ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. તેઓ અમિત શાહ પછી બીજા એવા નેતા છે, જેમને ઉત્તરપ્રદેશમાં સફળતા બાદ પાર્ટીની કમાન સોંપવામાં આવી છે. શાહે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નડ્ડાને 19 જૂન 2019ના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. . ભાજપમાં અધ્યક્ષની ચૂંટણી સર્વસંમતિથી યોજાય છે. જોકે અધ્યક્ષના નામની જાહેરાતને લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. મહત્વનુ છે કે નડ્ડાને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ઉતર પ્રદેશની જવાબદારી સોંપી હતી. ત્યાં ભાજપે 80માંથી 62 સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. 2 ડિસેમ્બર 1960 ના રોજ જન્મેલા જે.પી .નડ્ડાહિમાચલ સરકારમાં મંત્રી રહી ચુકયા છે. હાલમાં રાજ્ય સભાના સાંસદ છે. તે ભાજપના સંસદીય બોર્ડના સેક્રેટરી પણ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જૂન 2019માં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.