આખરે સાત વરસ બાદ નિર્ભયાને ન્યાય મળ્યો છે ચારેય દોષિતોને એક સાથે સારે 5-30 વાગે ફાંસીના ફંદા પર લટકાવી દેવાયા છે. સાત વર્ષ, ત્રણ મહિના અને ચાર દિવસ પછી મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીઆપી દેવાઈ છે. આ સાથે જ 20 માર્ચ 2020ની સવાર 5.30નો સમય સમગ્ર દેશની નિર્ભયાને ન્યાય મળ્યો હોવાનો નોંધાઈ ગયો છે. ફાંસી પહેલાં વિનય રડવા લાગ્યો હતો અને માંફી માંગવા લાગ્યો હતો. ત્યારપછી તેમને તિહાર જેલની નંબર 3માં બનાવવામાં આવેલા ફાંસી ઘર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જલ્લાદ પવને તેમને ફાંસી પર લટકાવી દીધા હતા. ફાંસી પછી નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું- અંતે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. આજે અમને ન્યાય મળી જ ગયો. આજનો દિવસ દિકરીઓના નામે છે. હું સરકાર અને ન્યાયપાલિકાનો આભાર માનુ છું. છેલ્લા 8 વરસમાં આ ચોથી ફાંસીની ઘટના છે જેમાં અજમલ કસાબ, યાકુબ મેમણ, અફઝલ ગુરુ અને હાલના નિર્ભયા કેસમાં 4 આરોપીની ફાંસીની ઘટના છે