ભાજપ સંસદીય દળની મંગળવારે સંસદની લાઈબ્રેરી હોલમાં યોજાયેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, વિકાસ માટે દેશમાં શાંતિ, એકતા અને સંપ જરૂરી છે. આ માત્ર કહેવા માટે જ નથી, પરંતુ દરેકે આના માટે પ્રયાસ કરવા પડશે. સાથે સાથે તેમણે વંદે માતરમ અંગે રાજનીતી કરનારાઓને ઝાટકી નાંખ્યાં હતાં. મોદીએ કહ્યું કે, ઘણા નેતાઓને ભારત માતાની જય અને વંદે માતરમ્ બોલવામાં પણ શરમ આવે છે. આ લોકો ‘દેશના ટુકડા-ટુકડા’ના નારા લગાવે છે. આવા લોકો સામે પૂરી તાકાતથી ઊભા રહેવાની જરૂર છે. બીજા પક્ષો માટે રાજકારણ પહેલા છે પરંતુ ભાજપ માટે રાષ્ટ્ર સર્વોપરી છે. આ સંદેશ સાથે તમામ સાંસદોએ કામ કરવું જોઈએ.