મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સમર્પિત રહેશે PMનું એકાઉન્ટ

થોડા સમય પહેલા પીએમ મોદીએ પોતાનુ સોશિયલ મીડીયામાંથી બહાર નીકળવાનો સંકેત આપ્યો હતો તો બીજી તરફ તેમણે કરેલા ટવીટને લઈને તેમને ફોલોવર્સનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તે મહિલાઓને સોંપી દેશે .આ અંગે મંગળવારે ટવીટ કરીને લખ્યું છે કે – આ મહિલા દિવસે હું પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એ મહિલાઓને સોંપી દઈશ, જેમની જિંદગી અને જેમનું નામ આપણા બધાને પ્રરિત કરે છે. આ મહિલાઓ લાખો લોકોને પ્રોત્સાહિત કરી શકશે. જો તમે પણ આવી મહિલા છો કે બીજા માટે પ્રેરણા બનનારી મહિલાઓ વિશે જાણો છો તો તેમની કહાની SheInspiresUs પર શેર કરો. આ પહેલા પીએમ મોદીએ સોમવારે રાતે 8.56 વાગે ચોંકાવનારું ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે વિચારી રહ્યો છું કે આ રવિવારે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુ-ટયુબમાંથી નીકળી જઈશ. આ વિશે હું તમને જણાવીશ. મોદીના ટ્વિટર પર 5.33 કરોડ, ફેસબુક પર 4.66 કરોડ, ઈન્સ્ટાગ્રામ પર 3.52 કરોડ અને યુ-ટયુબ પર 45 લાખ ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *