દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે બીજેપી, કોગ્રેસ અને આપ સભાઓ ગજવી રહ્યાં છે. દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેર સભામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં હતાં જેમાં વડાપ્રધાન મોદી પર સરકારી સંપત્તિઓ વેચવાનો આરોપ મૂકતા કહ્યું કે, જો આવું ચાલતું રહ્યું તો તેઓ એક દિવસ તાજમહલ પણ વેચી દેશે. કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિ અદાણી અને અંબાણીની છે. મોદી ફક્ત 15 લોકોનું જ સાંભળે છે અને તેમને ફાયદો પહોંચાડે છે. વડાપ્રધાને વચન આપ્યું હતું કે, તેઓ બે કરોડ લોકોને નોકરી આપશે. આ વચન પૂરું થયું? ભાજપના નેતાઓ ધર્મની વાત કરે છે, પરંતુ કોઈ ધર્મ હિંસાની વાત નથી કરતો. સાથોસાથ કેજરીવાલને પણ નિશાના પર લીધી હતી.દિલ્હીમાં થયેલા વિકાસને લઈને રાહુલે કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ સરકારે મેટ્રો, ફ્લાયઓવર બનાવડાવ્યા છે. કેજરીવાલે કોંગ્રેસ વિશે જૂઠ્ઠું બોલીને ચૂંટણી જીતી હતી