કોરોના કાળની દિવાળી પહેલા 2 દિવસ કાળી ચૌદશ આવી. જેમાં 13 અને 14 સુધી ઉજવાઈ . આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિને કાળીચૌદશ કે નરક ચૌદશ તરીકે ઊજવાય છે . સ્કંદ પુરાણ મુજબ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ત્યાં જ ભવિષ્ય અને પદ્મ પુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધીસ્નાન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આ દિવાળીમાં ચૌદશ તિથિ 13 નવેમ્બર એટલે લગભગ 3 વાગ્યાથી શરૂ થઇને 14મીએ બપોરે 2 વાગ્યા સુધી હતુ