અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનમાં અને ચૂંટણી પહેલા કરેલા ફેસબુક અને ટ્વિટર પરના ઉપયોગથી પ્રતિબંધ લગાવી દેવાયો છે.બીજી તરફ હવે ટવીટર જેવુ જ પ્લેટફો્ર્મ ઉભુ કરીને ફરી ચર્ચામાં રહેવાનું પસંદ કર્યુ છે. નવા પ્લેટફોર્મની વાત કરીએ તો આ પ્લેટફોર્મ ટવીટર જેવું છે. જ્યાં તેઓ મેસેજ પોસ્ટ કરશે અને લોકો તે મેસેજને ટવીટ અથવા ફેસબુકમાં શેર કરી શકશે. મહત્વનુ છે કે અમેરિકામાં ચૂંટણી દરમ્યાન 6 જાન્યુઆરીના રોજ યુએસ કેપિટલમાં ટ્રમ્પના સમર્થકોએ લોહિયાળ દેખાવ કર્યા હતા. ત્યારથી ટ્રમ્પને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કરાયા હતા. આ પ્લેટફોર્મ કેમ્પઇન ન્યુક્લિયસ દ્વારા બનાવાયું છે. આ ડિજિટલ સર્વિસ કંપની ટ્રમ્પના પૂર્વ કેમ્પઇન મેનેજર બ્રાડ પાર્સકેલે તૈયાર કરી છે. ટ્રમ્પના ટવીટરનુ ફોર્મેટ, કેન્ટેન્ટ જોઈને આપણે તેને ફક્ત ટવીટસ જ કહી શકીએ છીએ. આ પોસ્ટ ટ્રમ્પના ટ્વિટથી પણ ખૂબ વિચિત્ર છે. VICEના અહેવાલ મુજબ આ ટવીટસ ઈનબોક્સમાં મેળવવા રસ ધરાવનાર વ્યક્તિ સાઈન અપ કરી શકે છે.