સૌથી વધુ સોશ્યલ મિડિયાના ઉપયોગની વચ્ચે જાત જાતના વાયરસ આવી રહ્યાં છે કેટલાંક હીડન વાયરસ હોય છે જે કેટલીક વેબ કે એપ ડાઉનલોડ કરતાની સાથે મોબાઈલ કે લેપટોપમાં ઘુસી જાય છે જે શોધવા માટે ઈન્ડિયન હેકર રાત દિવસ મહેતન કરી શોધી રહ્યાં છે હાલમાં જ 23 વર્ષના ભારતીય હેકર શિવમ વશિષ્ઠે ફેસબુકમાં રહેલા એક બગને શોધી કાઢયું હતુ. હેકર્સ બગ કાઉન્ટી પોગ્રામ અંતગર્ત શિવમે ફેસબુક બગ શોધી કાઢતા તેને 89 લાખ રપિયાનુ ઈનામ અપાયુ છે. ઉત્તર ભારતમાં રહેતા શિવમે 19 વરસની ઉમરે એથિકલ હેકિંગ શરુ કર્યું હતુ. 20 વરસની ઉમરે પહેલી બાઉન્ટી જીતી હતી ઈન્સ્ટાકાર્ટ એફમાં રહેલી ખામી શોધી હતી બાદમાં માસ્ટર કાર્ડમાં પણ બગ શોધી કાઢયુ હતુ. હાલમાં શિવમ રોજના 15 કલાક આ બગ શોધવાનુ કામ કરે છે નાસિકના રાહુલ કંક્રાલે ફેસબુક મેસેન્જર સાથે જોડાયેલા બગને શોધી કાઢયો હતો. આ બગ એટલો જોખમી હતો કે યુઝરની સમંતિ વગર જ એક લિંક મોકલીને ફ્રંટ કેમેરાનો એક્સેસ કરી શકતો હતો.ેફેસબુકે આ કામ માટે રાહુલને 24 લાખ રુપિયાનું ઈનામ આપ્યું હતું.