કોરોનાની મહામારીની વચ્ચે વધુ એક તહેવાર શરુ થઈ રહ્યો છે. 22 ઓગસ્ટથી શરૂ થતાં ગણેશ મહોત્સવ પૂર્વે કેટલીક સુચના ધ્યાનમાં લેવી જરુરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઘરમાં જ માટીના ગણેશજીની સ્થાપના અને વિસર્જન કરવુ જરુરી છે. માટીના ગણેશની સ્થાપના ન થઈ શકે તો ઘરમાં રહેલી ગણેશજીની મૂર્તિ કે સોપારીમાં પણ સ્થાપન કરવુ હિતાવહ અને શુભ ગણાય છે. પૂજારીઓએ પણ માટીના ગણેશજીનું ઘરઆંગણે વિસર્જન કરવા કહ્યું છે. એટલુ જ નહિ ભાવિક ભક્તોએ પીઓપીને બદલે માટીના ગણેશજીની જ સ્થાપના કરવી જોઈએ . અમુક સંજોગોમાં કોઈ ભક્ત માટીની મૂર્તિની સ્થાપના ન કરી શકે તો, ઘરમાં રહેલા ગણેશજીની મૂર્તિ તેમજ સોપારીમાં સ્થાપના કરી શકાય છે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ અંગેના સરકારના તમામ આદેશોનું પણ પાલન કરી જાહેરમાં ભીડ ન કરવી જોઈએ.