અમદાવાદનાં પીરાણા પીપળજ રોડ પર આવેલી ચીરીપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે લાગેલી આગમાં કૂલ 7 લોકોનાં મોત નીપજયાં છે બાદમા પોલીસે કંપનીના માલિકો અને અધિકારીઓ સામે ગુનો નોધીને 3 અધિકારીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલામાં જનરલ મેનેજર બી.સીપટેલ, ફાયર ઓફિસર રવિકાંત સિંહા અને અધિકારી પી.કે શર્માનો સમાવેશ થાય છે જયારે જયોતિ ચીરીપાલ, દિપક ચીરીપાલની સામે પણ ગુનો દાખલ કરાયો છે. નંદન ડેનિમમાં લાગેલી વિકરાળ આગને બુઝાવવા 70 થી વધુ જવાનોએ કામે લાગ્યાં હતાં. ફેકટરીની અંદર આવેલા એક ગોડાઉનમાંથી 5 મજૂરો બળીને ખાખ થઈ ગયાં હતાં. છે. બાદમાં 2 મજુરોન સારવાર દરમ્યાન મોત નીપજયાં હતાં. ફેકટરીમાં આગ કેવી રીતે લાગી તે જાણવા અને બળી ગયેલા મજુરોની સાચી ઓળખ માટે એફએસએલની મદદ પણ લેવાઈ છે. જેમાં મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ પણ કરાશે. ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર પાસેથી મળતી માહિતી અનુસાર આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.