અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને હવે પાર્કિંગના સ્થાને બનાવી દેવાયેલા કોર્મશીયલ એકમો સામે કાર્યવાહી શરુ કરી છે જેમાં ટીડીઓએ તમામ ઝોનના ડેપ્યુટી ટીડીઓને તેમના વિસ્તારમાં આવેલાં કોમર્શીયલ કોમ્પ્લેક્સના પાર્કિંગના ભોંયરાઓની ઉભી કરાયેલી આડશોને 2 દિવસમાં દુર કરવા આદેશ આપી દીધો છે. પશ્ચિમ ઝોનના કાફલાએ એક જ ઝાટકે 22 કોમ્પ્લેક્સના 180 એકમોને સીલ મારી દેતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે. આ પહેલા મ્યુ કમિશનર વિજય નહેરાના ધ્યાનમાં આવતા પાર્કિંગમાં બની ગયેલા દબાણો સામે પગલા લેવા આદેશ આપ્યો હતો. એટલુ જ નહિ એક ટીડીઓ ઈન્સપેકટરને સસ્પેન્ડ અને બે ને નોટિસ ફટકારતા હવે અન્ય અધિકારીઓ આવા પાર્કિંગના દબાણો સામે પગલા લેવા શરુઆત કરી છે.