રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 2 મહિના બાદ 1400થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 1442 કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1420 કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે 1040 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 94 હજાર 402 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3837 થયા છે. અત્યારસુધીમાં કુલ 1 લાખ 77 હજાર 515 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ મા 13050 એક્ટિવ દર્દી છે. જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12958 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 71 લાખ 1 હજાર 57 ટેસ્ટ કરાયા છે.