રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન અપાયું છે . હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી કોરોનાની સ્થિતિને પગલે રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવ મુકીમનો કાર્યકાળ લંબાવાયો છે. રાજ્ય સરકારે અનિલ મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી છે. અનિલ મુકીમ ઓગસ્ટ માસના અંતે વયનિવૃત્ત થઇ રહ્યા હતા. 1985 બેચના IAS અધિકારી મુકીમ આઠ મહિનાથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે હવે તેઓ ફેબ્રુઆરી 2021 સુધી રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે. અગાઉ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનના કમિશનર રહી ચુકયા છે.