દ્વારકાના ધ્રેવાડ નજીક ટ્રકે અલ્ટો કારને ટક્કર મારતા કુલ 4 નાં મોત થયા છે જેમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે અને એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્તને યુવતીને સારવાર માટે દ્વારકા હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. કમનસીબ ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે દ્વારકા હોસ્પિટલ ખસેડાયા છે. અલ્ટો કારમાં સવાર લોકો દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર લોકો મહેસાણાથી દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. મૃતકોમાં 1. જૈમિન ઠાકોર (ઉં.વ.15) 2. પવનસિંહ ભૂપતસિંહ 3. મયુરસિંહ 4. સોનલબેન રાજપુત નો સમાવેશ થાય છે