ગુજરાતમાં આગામી સમયમાં બુલેટ ટ્રેન દોડતી દેખાશે તો હવે આગામી દિવસોમાં ઉડતી કાર જોવા મળે તે નવાઇ નહી.વિશ્વની ટોપની ફ્લાઇંગ કાર કંપનીએ ગુજરાતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સીએમ રૂપાણી સાથે મુલાકાત બાદ ગુજરાતમાં જ ફલાઇંગ કાર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવા નક્કી કર્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસિૃથતીમાં નેધરલેન્ડની પીએએલ-વી કંપનીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યાં છે. રાજ્યમાં શ્રેષ્ઠ ઇન્ફાસ્ટ્કચર, લોજિસ્ટીક પોર્ટસ ફેસિલીટી ઉપરાંત અન્ય સુવિધાઓથી આકર્ષિત થઇને પીએએલ-વીએ ફલાઇંગ કાર પ્રોજેક્ટ ગુજરાતમાં શરુ થશે. આ પ્રોજેક્ટને પગલે ભારતના મેન્યુફેકચરીંગ ઓટો હબ બનેલાં ગુજરાતની વિકાસગાથામાં એક નવુ પીછું ઉમેરાયું છે.
પીએએલ-વી વતી ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમીલે એ જણાવ્યું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપરાંત વર્લ્ડ કલાસ ઇન્ફાસ્ટ્રકચર સહિત લોજિસ્ટીકસ-પોર્ટ ફેસીલીટી વિકસ્યા છે ત્યારે ફલાઇંગ કાર પ્રોડકશનનો પ્રથમ પ્લાન્ટ શરૂ કરવા ગુજરાત પર પસંદગી ઉતારી હતી. ગુજરાતમાં કાર્યરત થનારાં ફલાઇંગ કાર પ્રોડકશન પ્લાન્ટમાંથી આગામી દિવસોમાં યુરોપ,યુએસએ ઉપરાંત વિશ્વના દેશોમાં ફલાઇંગ કાર નિકાસ કરવા તત્પર છે. આગામી વર્ષ 2021માં જ ફલાઇંગ કારનું કોમર્શિયલ લોન્ચિંગ સાથે ઉત્પાદન કરાશે.