રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે તો કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ. પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. સાબરકાંઠા, અરવલ્લી : સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વતવારણમાં પલટો આવ્યો છે. હિંમતનગરમાં રાત્રી દરમિયાન પવન સાથે સામાન્ય વરસાદના છાંટા પડ્યા હતા. . જિલ્લામાં ટીંટોઇ, મોટી ઇસરોલ , જીવણપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાની ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.વાદળ છાયાં વાતાવરણને કારણે નવસારી જીલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાયા વાતાવરણને કારણે જીલ્લામાં કેરીના પાકને નુક્શાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. અહીંયા ઘેરાયેલા વાદળોને લઈ ખેડૂતોમાં પણ ચિંતાના વાદ઼ળો છવાયા છે.