રાજયમાં ગરીબોના ભોજનમાં આવતુ અનાજ ચાઉ કરવાનું મોટુ કારસ્તાન ચાલતું હતુ જેનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરીને કૂલ 42 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવતા ગ્રાહકોનો ડેટા મેળવીને બનાવટી ફિંગર પ્રિન્ટ આધારે ખોટા બિલો બનાવ્યા હતા. રાજકોટની સાયબર ક્રાઈમ સેલે તપાસમાં ખુલાસો કર્યો કે ઝડપાયેલા આરોપીઓએ 25 હજાર રેશન કાર્ડ ઘારકોના ડેટા મેળવ્યા હતા જેમાં અમદાવાદ, નડિયાદ પાટણ, કચછ અને રાજકોટ સહિત 37 રેશનિંગ દુકાનદારોની સંડોવણી ખુલી છે પોલીસે બાતમીના આધારે સૌથી પહેલાં ભરત લક્ષ્મણભાઈ ચૌધરીની ધરપકડ કરીને તેની પાસેથી પોલીસે બે લેપટોપ, એક સીપીયુ અને મોબાઈલ ફોન, રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિત મુદ્દામાલ કબજે કર્યા હતા.બાદમાં તેની સઘન પુછપરછમાં આણંદના ધવલ આર.પટેલ અને દુષ્યંત ભાનુભાઈ પરમારના નામ ખુલતા તેમની ધરપકડ કરી હતી. આરોપીઓએ કાવતરૂ ઘડીને સસ્તા અનાજની દુકાનોમાંથી રેશનીંગ મેળવતા ગ્રાહકોના ડેટા જેવા કે આધારકાર્ડ નંબરો, રેશનીંગ કાર્ડના નંબરો, ફિંગરપ્રિન્ટ મેળવતા હતા. સોફ્ટ કોપીમાં ફિંગરપ્રિન્ટનો ડેટા મેળવવાનો અધિકાર ન હોવા છતા આરોપીઓ આ ડેટા મેળવીને ભરત ચૌધરીને પુરો પાડતા હતા. બાદમાં આ ડેટા મેળવીને તે ફિંગરપ્રિન્ટો રેશનીંગની દુકાન સાથે જોડાયેલા રેશનીંગ મેળવતા ગ્રાહકોના બનાવટી રબ્બરપ્રિન્ટ બનાવતા હતા. તેના મારફતે રેશનીંગની દુકાન સાથે સંકળાયેલા એજન્ટો તેમજ રેશનીંગની દુકાન ચલાવતા દુકાનદારોને આપીને ગ્રાહકોની જાણ બહાર તેમના ભાગના રેશનના ખોટા બિલો બનાવતા હતા. જેને આધારે અનાજનો જથ્થો મેળવીને કૌભાડ આચરતા હતા. રાજકોટમાંથી પોલીસે હસમુખ રાણા અને દિલીપ ઉર્ફે દિપક દેસાઇ , અનિલ જેઠવા રવિરાજ પીપળીયા, વિજય પવારની ધરપકડ કરી છે