ગુજરાતનુ ગૌરવ ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન પામ્યુ છે. રાજકોટના રાજવી પરિવારમાં 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ યોજાઈ રહી છે જેમાં રાજતિલક સમારોહમાં ક્ષત્રિય સમાજની 2126 દીકરીઓએ પરંપરાગત પોષાકમાં તલવાર રાસ લીધો હતો. તમામ દીકરીઓએ 9 મિનિટ અને 49 સેકન્ડ સુધી સતત તલવાર રાસ લીધો જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે આ પ્રસંગે છેક લંડનથી આવેલી ગિનિસ બુકની ટીમ પણ હાજર રહી હતી.તલવાર રાસ બાદ ટીમે તલવાર રાસના વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ માંધાતાસિંહને અર્પણ કર્યું હતું. તલવાર રાસ દરમ્યાન રાજકોટના 17માં ઠાકોર સાહેબ બનનાર છે તે માંધાતાસિંહ જાડેજા, તેમના પુત્ર જયદીપસિંહ જાડેજા, યુવરાણી કાદમ્બરીદેવી સહિત સૌરાષ્ટ્રના રાજવી પરિવારો હાજર રહ્યાં હતા. આ પહેલા પણ જામનગર જીલ્લાના ધ્રોલમાં 2000 રાજપુત મહિલાઓનો તલવાર રાસ વિશ્વ વિક્રમમાં સ્થાન પામી ચુકયો છે.