પોલીસ હમેશા પ્રજાના રક્ષકની સાથે સાથે લોકોના સુખ દુખના ભાગીદાર પણ બનતા હોય છે. કયારેક લોકોનાં જીવ બચાવવા માટે પોતાના જાનની પરવા કરતાં નથી અને જીવ બચાવે છે. થોડા સમય પહેલા વરસાદી પુરમાં પણ પોલીસ જવાનોએ જીવ જોખમમાં મુકીને લોકોને બચાવ્યાં હતાં. ત્યારે સુરતમાં પણ એક પોલીસ જવાન રામશી ભાઈએ આવું જ પ્રશંસનીય કામ કર્યું છે. સુરતમાં એક કોઝ વે માં માત્ર દસ વરસની પુત્રી પાણીમાં ડુબી રહી હતી ત્યારે અહીથી પસાર થતા પોલીસ જવાન રામશીભાઈ રબારીએ પોલીસ વર્દીમાં તાપી નદીના કોઝ વેના પાણીમાં કુદીને તેને સહીસલામત બહાર કાઢી હતી. પ્લાસ્ટિકની ખાલી બોટલો અને ભંગાર વીણવાનું કામ કરતા જયશ્રી અને તેની માસી કોઝ વે માં ઉતર્યું હતુ. આ દરમ્યાન પાણીમાં ડુબવા લાગ્યાં હતાં.
આ સમયે પોલીસ જવાન રામશીભાઈએ સૌથી પહેલા 10 વર્ષની જયશ્રી રાઠોડને પાણીમાં બહાર કાઢી અને બાદમાં બાળકીની 30 વર્ષીય માસીને પણ પાણીમાંથી બહાર કાઢી લીધી હતી. બહાર કાઢીને 108ને તાત્કાલિક જાણ કરીને હોસ્પિટલ લઈ ગયાં હતાં. આ ઘટનામાં સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઘટના બની ત્યારે લોકોનાં ટોળેટોળા જોતાં હતા પણ કોઈએ પણ અંદર પડવાની હિમંત દાખવી નહોતી. પોલીસ કમિશર ઓફ સુરત આર.બી.બ્રહ્મભટ્ટે રામશીભાઈ રબારીની કામગીરીની નોધ લઈને સન્માન કર્યું છે.