છેલ્લા 3 દિવસથી સમગ્ર ઉત્તર ભારત અને રાજસ્થાન કાતિલ ઠંડીમાં રીતસરના થીજી ગયા છે દેશના ૧૨ રાજ્યમાં ભયાનક ઠંડી પડી રહી છે સાથોસાથ ચાલુ મોસમમાં ઠંડીના અનેક રેકોર્ડ સર્જાઈ રહ્યાં છે .દિલ્હીમાં ૧૨૦ વર્ષનો તો બીજી તરફ જમ્મુ- શ્રીનગરમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. રાજધાની દિલ્હીમાં ૧.૭ ડીગ્રી તો શ્રીનગરમાં માઈનસ ૫.૬ ડીગ્રી તાપમાન નોધાયુ છે કાશ્મીરનું પ્રખ્યાત દાલ લેક થીજી ગયું છે તો રાજસ્થાનના માઉન્ટ આબુમાં ૦ ડીગ્રી તાપમાન થઈ ગયુ છે. ભારે ઠંડીને કારણે અનેક ટ્રેનો, વિમાન સેવાના ટાઈમટેબલ ખોરવાઈ ગયા છે સાથોસાથ જનજીવનને પણ માઠી અસર પડી છે. હિમાચલમાં તો તાપમાન માઈનસમાં તો રાજસ્થાનના 5 શહેરમાં તાપમાન શૂન્ય નીચે પહોંચી ગયું છે. દિલ્હી, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ઠંડીના કહેરની સાથે સાથે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ઠંડીના કારણે ઝરણું જામી ગયું હતું.
હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિત ઉત્તરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી કરી છે જ્યારે બિહાર અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ‘સીવિયર કોલ્ડ ડે’ની ચેતવણી આપી દીધી છે આ રાજયમાં તાપમાન સામાન્યથી 5-8 ડિગ્રી નીચે આવી શકે છે. હિમાચલના કેલાંગમાં રાજ્યનું સૌથી ઓછુ તાપમાન નોંધવામાં આવ્યું છે. અહીં પારો 11 ડિગ્રી થઈ ગયો છે. શિમલામાં ન્યૂનતમ તાપમાન 4 ડિગ્રી છે. કિન્નૌર જિલ્લાના કલ્પામાં 1.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. અહીં સખત ઠંડીના કારણે એક ઝરણું જામી ગયું હતું. ચંબાના ડલહૌજીમાં તાપમાન 5.1 ડિગ્રી તો મનાલીમાં 0.1 ડિગ્રી હતું. ધર્મશાલામાં રાતનું તાપમાન 2.2 ડિગ્રી હતું. 31 ડિસેમ્બરથી રાજ્યમાં વરસાદ અને સ્નોફોલની શક્યતા છે. જયપુરમાં ઠંડીએ 5 વર્ષ અને જોધપુરમાં 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શનિવારે જયપુરમાં 3.4 ડિગ્રી અને જોધપુરમાં 6.4 ડિગ્રી નોંધાયુ છે . સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં જોવા મળી છે પ્રવાસીઓની હાઉસફુલ નખી લેકમાં બરફની ચાદર છવાઈ ગઈ છે