હોળીનો તહેવાર એ તહેવાર નથી પણ ધાર્મિકની સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ ગણાય છે. હોલિકાદહન બાદ જો તેમાં આયુર્વેદિક ઔષધોની આહુતિ આપવામાં આવે તો અનેક જીવલેણ રોગોથી બચી પણ શકાય છે. હોળીમાં આયુર્વેદિક ઔષધો હોમવાથી વાતાવરણ શુધ્ધ તો થાય છે પણ તેનો ધુમાંડો અને તેની ઊર્જા શરીરમાં પ્રવેશવાથી શરીરના અનેક રોગ મટી જાય છે એટલું જ નહીં રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. આપણે ત્યાં વરસોથી હોળી પ્રદશિણા કરવાનો રિવાજ છે જેનાથી શરીરના સાંધાના રોગો, કફ,વાયુ,પિત્તથી થતા રોગો મટી જાય છે. ફાગણી પૂર્ણિમાએ હોળીની પ્રદક્ષિણા કરવાથી ધાર્મિક લાભ તો અનેક લોકો જાણે છે પણ આરોગ્યને થતા લાભ પણ જાણી લેવા જરુરી છે. હોળીનો તહેવાર આવતા જ બજારમાં ખજૂર, ધાણી વેચાવા આવી જાય છે જેને ખાવાથી જામી ગયેલો કફ દૂર થાય છે..હોળીના સમયનો કાળ એક ઋતુ સંક્રમણનો ગણાય છે જેથી હોળીકા દહન વખતે તેમાં દેશી ગાયનાં છાણા અને દેશી ગાયના ઘીનો પણ ઉપયોગ કરવો જોઈએ. હોળીની પ્રદક્ષિણા કરતી વખતે કપૂર, ગૂગળ, ઈલાયચી, જાવંત્રી, સુખડ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો પણ તેમાં હોમવા જોઈએ જેનાથી આ ઔષધિયુક્ત ધૂમ્ર શરીરમાં પ્રસરતાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે.હાલમાં જે કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે તે જીવાણુ દૂર કરવા પણ હોળીકાદહન ખૂબ જ ઉપયોગી તહેવાર સાબિત થઈ શકે છે. હોળી પ્રગટવાની સાથે સાથે જ વાતાવરણમાં દુષિત તત્વોનો નાશ થઈ જાય છે અને વાતાવરણ શુ્ધ્ધ બની જાય છે. હોળી બાદ ધુળેટી પણ આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે. ધુળેટીમાં કેમીકલ રંગોથી દૂર રહીને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ તેમાંય જયારે સ્નાનની વાત આવે તો કેસુડાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ચામડીને લગતા રોગો મટી જાય છે. ગરમ પાણીમાં કેસુંડાના પુષ્પોને નાંખીને તેનો ઉપયોગ કરવો જરુરી છે.