નવી દી્લ્હીના ગ્રેટર નોઈડામાં શરુ થયેલા સૌથી મોટા ઓટો શૉ ‘ઓટો એક્સ્પો 2020’ માં દેશ-વિદેશની કાર ઉત્પાદક કંપનીઓએ પોતાના અવનવા હાઈટેક ઉત્પાદનો લોન્ચ કર્યાં છે જેમાંમારુતિ સુઝુકીએ ‘મિશન ગ્રીન મિલિયન’ની થીમ પર તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘ફ્યૂચરો-ઈ’ની ઝલક બતાવી છે. ચીનની ગ્રેટ વોલ મોટર્સ અને MG જેવી કંપનીએ એક્સ્પોમાં પ્રથમ વાર ભાગ લીધો છે. ખાસ કરીને આ ઓટો શોમાં ટાટાએ 20 વર્ષ જૂની તેની પોપ્યુલર સિએરા બ્રાન્ડને રતન ટાટાને ટ્રિબ્યુટ આપવાની સાથે કન્સેપ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ વર્ઝનમાં રજૂ કરી છે. આ કારમાં સામાન્ય કારની જેમ 4 નહીં પરંતુ 3 દરવાજા હશે. કંપની મેનેજમેન્ટ દ્રારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કાર ઇન્ડિયન માર્કેટના પ્રમાણે તૈયાર થયેલી ઇલેક્ટ્રિક કાર છે. કારનો લુક લેન્ડ રોવર જેવો બનાવાયો છે. ટાટા કંપનીએ વર્ષ 1991માં પ્રથમ વખત સિએરા લોન્ચ કરી હતી અને વર્ષ 2000માં તેનું પ્રોડક્શન બંધ પણ કરી દીધું હતું. ફરી વાર આ મોડલ કેવુ સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું. સુઝુકીની ‘ફ્યૂચરો-ઈ’ 4 સીટર કાર છે. જેની કિમંત 15 લાખ રાખવામાં આવી છે હાલમાં ગ્રે મેટાલિક કલર વેરિઅન્ટને રજૂ કર્યું છે. ટાટાની જેમ આ કાર પણ સંપૂર્ણ રીતે ભારતમાં ડિઝાઇન કરાઈ છે.