નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૦-૨૧ માટે સામાન્ય બજેટ રજુ કરી દીધું છે. જેમાં અનેક મોટી અને નવી જાહેરાત કરાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે, ગરીબી હેઠળ આવતાઓનું ધ્યાન રાખવામાં આવશે. ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરાશે . પાણીની અછતની સમસ્યા ૧૦૦ એવા જિલ્લા માટે મોટા પ્રયાસો કરાશે. પીએમ કુસુમ સ્કીમથી ફાયદો થયો છે. હવે અમે ૨૦ લાખ ખેડૂતોને સોલાર પંપ આપીશું. ૧૫ લાખ ખેડૂતોને ગ્રીડ કનેકટેડ પંપસેટથી જોડાશે. . વિલેજ સ્ટોરેજ સ્કીમ હેઠળ સેલ્ફ હેલ્થ ગ્રુપ દ્વારા તેમા મહિલાઓની ભૂમિકા મહત્વની હશે. દુધ, માંસ, માછલીને પ્રીઝર્વ માટે ખેડૂત માટે ટ્રેનની વ્યવસ્થા કરાશે. કૃષિ ઉડાન લોન્ચ કરાશે. આ પ્લેન કૃષિ મંત્રાલય તરફથી ચાલશે. નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને ઉત્સાહિત કરાશે. ૧૫ લાખ કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપવાનો લક્ષ્યાંક છે. મિલ્ક પ્રોસેસિન ક્ષમતા ૧૦૮ મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક છે. સમુદ્રી વિસ્તારમાં ખેડૂતો માટે ફીશ ઉત્પાદનનું લક્ષ્ય ૨૦૮ મિલિયન ટન ૩૦૭૭ સાગર મિત્ર બનાવાશે. તટીય વિસ્તારના યુવાઓને રોજગાર મળશે. દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ ૫૮ લાખ એસએચજી બન્યા છે તેમને વધુ મજબૂત કરીશું. આ ૧૬ સ્કીમો માટે ૨.૮૩ લાખ કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરશે. કુલ ફંડમાં ખેડૂત, સિંચાઇ માટે ૧.૨ લાખ કરોડની રકમ સામેલ છે. બેકોમાં રોકાણકારો માટે સારા સમાચાર છે.બેંકોમાં હવે પાંચ લાખ રૂપિયા સુધીની થાપણો સુરક્ષિત કરાશે. તેજસ જેવી ટ્રેન અનેક રુટમાં ચલાવાશે. દરેક જિલ્લામાં પીપીપીના ધોરણે મેડિકલ કોલેજ શરુ કરાશે. સાથે સાથે કૃષિ લોન માટે ૧૫ લાખ કરોડની ફાળવણી કરાશે.