નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2020 રજૂ કર્યું હતું. જેમાં ઇન્કમ ટેક્સના સ્લેબને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. જે પ્રમાણે હવે પાંચ લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. આ પહેલા પાંચથી દસ લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગતો હતો. નવા ટેક્સ માળખા મુજબ 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર હવે 5 ટકા ટેક્સ લાગશે. જયારે 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર હવે 10 ટકા ઇન્કમ ટેક્સ લાગશે
5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ
7.5 લાખથી 10 લાખ સુધીની આવકમાં 15 ટકા ઇન્કમ ટેક્સ
12.5 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકા ઇન્કમ ટેક્સ
15 લાખથી વધારેની આવક પર 30 ટકા ઇન્કમ ટેક્સ લાગશે