કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ IPL 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે 153 રનનો પીછો કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી હતી મુંબઈ ઈન્ડીયને પહેલી જીત મેળવી છે. બીજી તરફ રનચેઝમાં KKRને અંતિમ 5 ઓવરમાં 31 રનની જરૂર હતી અને ટીમ તેમ કરવામાં નિષ્ફ્ળ રહી હતી ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યાએ 16મી ઓવરમાં 1 રન, જસપ્રીત બુમરાહે 17મી ઓવરમાં 8 રન, કૃણાલે 18મી ઓવરમાં 3 અને બુમરાહે 19મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા અંતિમ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે 15 રન ફટકાર્યા જો કે બેટસમેન નીતીશ રાણાએ લીગમાં પોતાની 13મી ફિફટી ફટકારતા 47 બોલમાં 57 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સ મારી હતી. તે લેગ સ્પિનર રાહુલ ચહરની બોલિંગમાં કવિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો.