IPL 2021 સીઝનની 18મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે રાજસ્થાનને જીતવા માટે 134નો લક્ષ્યાંક હતો. જેના જવાબમાં રાજસ્થાને 18.5 ઓવરમાં 4 વિકેટે 134 રન બનાવી મેચ જીતી લીધી હતી. કેપ્ટન સંજુ સેમસને અણનમ 42 રનની ઇનિંગ્સ રમી હતી આ પહેલા રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 133 રન બનાવ્યા હતા. છેલ્લી 9 મેચોમાં રાજસ્થાનની ટીમે KKRને ત્રીજીવાર હરાવી છે. આ પહેલા રાજસ્થાનના ફાસ્ટ બોલર્સ ક્રિસ મોરિસ, ચેતન સાકરીયા, જયદેવ ઉનાદકટ અને મુસ્તફિઝુર રહેમાને સારી બોલિંગ કરીને KKRની ટીમને લૉ સ્કોર પર રોકી રાખી હતી. મોરિસને 4 અને બાકીના ત્રણ બોલર્સને 1-1 વિકેટ મળી હતી. કોલકાતા તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. સંજુ સેમસન RR માટે મેચ-વિનિંગ ઇનિંગ રમ્યો હતો. જો કે મેન ઓફ ધ મેચ મોરિસ બન્યો હતો. શિવમ માવીએ IPL 2021 સીઝનની પહેલી મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલને પેવેલિયન મોકલ્યો હતો. યશસ્વીએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.