મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મુંબઈમાં 15 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઈને અનેક બોલીવુડ સેલિબ્રિટીઝ મુંબઈ બહાર વેકેશન મનાવી રહ્યા છે. અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ તેની ફિટનેસ ટ્રેનર અને ફ્રેન્ડ્સ સાથે માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે. જ્હાનવી કપૂરે સોશિયલ મીડિયા પર વેકેશનના ફોટોઝ શેર કર્યા છે. જ્હાનવી કપૂરના વેકેશનના લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્હાનવી અને તેની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિતના ફોટોઝને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જ્હાનવી અને નમ્રતા સફેદ ક્રોકેટ ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટસમાં સુંદર લાગી રહી છે. આ ફોટોઝમાં બંને મસ્તી કરતા અને તડકો લેતા જોવા મળી રહ્યા છે. ફિટનેસ ટ્રેનર અને અભિનેત્રી પહેલી વાર એક સાથે પોઝ આપતા જોવા મળ્યા છે. જ્હાનવીએ તેના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફોટોઝ શેર કર્યા છે.