ઝારખંડમાં બીજેપીનો સફાયો હેમંત સોરેન cm નક્કી

પિતા શિબુ શોરેનની સાથે પુત્ર સીએમ હેમંત શોરેન

આખરે ફરી વાર એકઝિટ પોલ સાચા પડયા છે અને ઝારખંડમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. સોમવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનને 47 બેઠકો પર બહુમતી મળતા સીએમ તરીકે હેમત સોરેન નક્કી છે. ઝારખંડમાં 81 બેઠકની વિધાનસભામાં બહુમતિનો આંકડો 41 છે. અત્યાર સુધી જેએમએમ સૌથી વધુ બેઠકો મેળવી છે ભાજપને માત્ર 26 બેઠકો મળી હતી અને ભાજપના નેતાઓના જીતવાના દાવા માત્ર દાવા બની રહ્યાં છે બીજેપી મુખ્યમંત્રી રઘુવરદાસ પણ તેમની જમશેદપુર પૂર્વની બેઠક બચાવી શક્યા નહોતા ખુદ ભાજપના બળવાખોર અને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા સરયુરાયે તેમને હરાવ્યા હતા. મુખ્યમંત્રી ઉપરાંત તેમના 4 મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ ચૂંટણી હારી ગયા છે. છેલ્લા 1 વર્ષમાં ભાજપે 5 રાજ્યોમાં સત્તા ગુમાવી છે. ડિસેમ્બર 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડયો હતો. જીત બાદ જેએમએમ પ્રમુખ હેમત સોરેને કહ્યું હતુ કે મારા માટે આજે સંકલ્પ લેવાનો દિવસ છે. આ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંકલ્પ લેવાનો દિવસ છે. આ જનાદેશ શિબૂ સોરેનજીના પરિશ્રમ અને સમર્પણનું પરિણામ છે. કોંગ્રેસ અને રાજદ સાથે મળીને અમે ચૂંટણી લડી. લાલૂ યાદવ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કરું છું. દરેક લોકોએ મારા પર વિશ્વાસ દાખવ્યો અને રાજ્યની જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *