નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈનનુ પરિણામ જાહેર કરી દેવાયુ છે ત્યારે અમદાવાદમાંથી આ વર્ષે 150થી વધુ વિદ્યાર્થીએ 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વરસનુ જેઈઈ મેઈનનું પરિણામ ઊંચુ રહ્યુ છે. 99.99 પર્સેન્ટાઈલ ધરાવતા અમદાવાદમાંથી માત્ર બે વિદ્યાર્થીઓને સ્થાન મળ્યુ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીની જેઈઈ મેઈન પરીક્ષાના પરિણામ બાદ હવે બીજીવારની એપ્રિલમાં લેવાનારી પરીક્ષા માટેની તારીખો જાહેર પણ થઈ ગઈ છે જેમાં 7મી એપ્રિલેથી પરીક્ષા લેવાશે. 8 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. એપ્રિલમાં જેઈઈ મેઈન પરીક્ષા 5 એપ્રિલ, 7 એપ્રિલ ,9 એપ્રિલ અને 11 એપ્રિલના રોજ લેવાશે. જેઈઈ મેઈનની એપ્રિલની પરીક્ષા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેરિટ રેન્ક લિસ્ટ જાહેર કરાશે અને જે ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે માન્ય ગણાશે અને જેના આધારે પ્રવેશ થશે .એડવાન્સ માટે 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને ક્વોલીફાઈ કરાશે અને ત્યારબાદ મેમાં જેઈઈ એડવાન્સ એકઝામ લેવાશે.