100 મુસાફરો સાથેનુ બેક એરનુ એક વિમાન કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ જેમાં 14 મુસાફરોનાં મોત થયા છે જયારે 50 થી વધુ મુસાફરોને ઈજા પહોચી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ વિમાન કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્માટીથી દેશની રાજધાની નૂર-સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. શુક્રવારે અલ્માટી ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યા બાદ થોડી જ વારમાં બેક ઍરનું ઝેડ 92100 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને ભારે અફડાતફડી મચી ગઈ હતી. વિમાનમાં 95 યાત્રી અને પાંચ ક્રૂ મેમ્બર હતા. તેમના પ્રમાણે વિમાને સ્થાનિક સમાયનુસાર 7.22 કલાકે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. પ્રશાસનના મતે વિમાન ક્રેશ થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલમાં તપાસ ચાલુ છે