ચીનમાં કોરોના વાઈરસની અસર હજુ પણ ચાલુ છે અને ધીરે ધીરે મોતનો આંકડો વધી રહ્યો છે. વાઈરસની અસરવાળા દર્દીઓને રાખવા માટે તાત્કાલિક અનેક સ્થળોએ તાબડતોડ હોસ્પિટલ ઉભી કરી દેવાઈ છે. મંગળવાર સુધી કોરોના વાઈરસના કારણે 426 લોકોના મોત થયા છે. બીજી તરફ દેશમાં કેરળમાં સ્થિતિ ધીરે ધીરે ગંભીર બની રહેવાની શકયતાને પગલે એલર્ટ કરાયુ છે. દેશમાં અત્યાર સુધી 20,383 કેસ નોંધાયા છે. કેરળ સરકારે સોમવારે કોરોના વાઈરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કરી દીધુ છે. રાજ્યમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયા છે. કેટલાંક લોકો થોડા દિવસ પહેલાં જ ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનથી પરત આવ્યા છે. અંદાજે 1800 લોકોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશમાં રાખીને સારવાર કરાઈ રહી છે. દેશમાં પણ કોરોનાની ગંભીર નોધ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષ વર્ધન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, અશ્વિની કુમાર ચૌબે ની એક કમિટી બનાવી છે આ કમિટી સતત મોનિટરીંગ કરીને કોરોના વાઈરસ રોકવાનો પ્રયત્ન કરશે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખશે.