કેરળ સાહિત્ય મહોત્સવમાં રાષ્ટ્રભક્તિ વિરુદ્ધ અંધ રાષ્ટ્રવાદ’ વિષય પર આયોજિત સત્રમાં રામચંદ્ર ગુહાએ કહ્યું કે, ‘હું અંગત રીતે રાહુલ ગાંધી વિરુદ્ધ નથી. તેઓ સૌમ્ય અને સભ્ય માણસ છે, પરંતુ યુવા ભારતમાં એક ખાનદાનની પાંચમી પેઢીને હું રાજકારણમાં નથી ઈચ્છતો. જો તમે મલયાલી લોકો 2024માં બીજી વાર રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો કદાચ નરેન્દ્ર મોદીને જ ફાયદો કરાવશો. કેરળે ભારતમાં અનેક સુંદર કામ કર્યા છે, પરંતુ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ચૂંટીને તો તમે વિનાશકારી કામ જ કર્યું છે. નરેન્દ્ર મોદીને અસલી ફાયદો એ જ છે કે, તે રાહુલ ગાંધી નથી. તેમણે પોતાનો રસ્તો બનાવ્યો છે. તેમની પાસે 15 વર્ષ રાજ્ય ચલાવવાનો અનુભવ છે. તેઓ કઠોર પરિશ્રમી છે અને ક્યારેય યુરોપ જવા રજાઓ નથી લેતા. મારો વિશ્વાસ કરો, આ વાત હું ગંભીરતાથી કહી રહ્યો છું.’ આ દરમિયાન ગુહાએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું અને તેમની સરખામણી મુગલ વંશના આખરી દિવસો સાથે કરી હતી. .મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી એક સાથે 2 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાં કેરળમાં જીત્યા તો પોતાની પરંપરાગત બેઠક અમેઠી હારી ગયા હતા.