રાજયમાં મે મહિનાની શરુઆત થઈ ગઈ છે પણ બજારમાં હજુ પણ ફળોની રાણી કેસર કેરી દેખાઈ નથી. અને જયાંથી માર્કેટમાં શરુઆત થઈ છે ત્યાંથી આસાનીથી કેરી રસિકો સુધી હાલ લોક ડાઉનના કારણે પહોચી શકે તેમ નથી. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે અમદાવાદ અને ગાંધીનગરમાં ૩ મેથી જૂનાગઢની કેસર કેરી ઘરે બેઠા પહોંચાડવાની મંજૂરી આપી દીધી હતી પણ હાલમાં અમદાવાદ અને ગાંધીનગર બન્ને રેડઝોનમાં આવી ગયા છે જેને કારણે હાલ સ્વાદ માત્ર યાદોમાં જ રહી જશે. દર વરસે અમદાવાદ અને ગાંધીનગરમાં જ સીધા જ કેરી પકવતા ખેડૂતોનું મોટુ બજાર ભરાતું હોય છે અને લાખો લોકો તેનો લાભ લેતા હોય છે હાલમાં મોટાભાગના હાઈવે બંધ હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ શકય નથી તેથી જુનાગઢના માર્કેટમાં રહેલો કેરીનો પાક લોકો સુધી કયારે પહોચશે તેના પર હાલમાં પ્રસ્નાર્થ લાગી ગયા છે. અમરેલી જિલ્લાનું ધારી અને જૂનાગઢનુ તાલાળા વિસ્તાર કેસર કેરીનું હબ છે. આ વિસ્તારમાં કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહીંના વેપારીઓ કેસર કેરી એક્સપોર્ટ કરે છે . કેસર કેરીની સીઝન આવતા આ વિસ્તારમાં મબલખ કેસર કેરીનો પાક થાય છે, પરંતુ વાતાવરણમાં જે પ્રકારે છેલ્લા 2 મહિનાથી પલટો આવી રહ્યો છે તેનો પર માર પડી રહ્યો છે. વારંવાર બદલાતા આંબે આવેલ મોર ઉપર ગ્રહણ લાગ્યું છે. મોરમાં ગળો આવી ગયો છે, જેને લઇને મોર સૂકાવા લાગ્યા છે. તો અમુક મોર કાળા પડી ગયા છે. જેને લઇને કેસર કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ વર્ષે વાતાવરણ આવું આવું રહેશે તો કેસર કેરીનો પાક ઓછો આવે તેવું ખેડૂતો માની રહ્યા છે. વધારે પ્રમાણમાં ઠંડીના લઈને આંબા પર આવતા મોરને અસર જોવા મળી રહી છે. વારંવાર વાદળછાયુ વાતાવરણ તેમજ વધારે પ્રમાણમાં ઠંડીને લઈને કેસર કેરીના મોરને ઝાંખપ આવી ગઈ છે.