સાઉથ સુપરસ્ટાર થલાવિયા રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં સ્ક્રીન પર જોવા મળશે. વિશ્વના સૌથી મોટા વાઈલ્ડ લાઈફ શોનુ શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં શરુ થઈ ગયુ છે. આ શો માં અગાઉ પીએમ મોદીએ જંગલ વિશે રોમાંચક વાતો અને અનુભવો શરે કર્યા હતા હવે રજનીકાંત પણ બેયર ગ્રિલ્સ સાથે બાંદીપુર ફોરેસ્ટમાં નેચર અંગે અનુભવો શેર કરશે. આ શૂટિંગ આગામી ત્રણ દિવસ સુધી ચાલનારુ છે બેયર ગ્રિલ્સની સાથે કુલ 18 ક્રૂ મેમ્બર્સ શોના શુટીગમાં વ્યસ્ત છે.
પીએમ નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વાર આ શોમાં જોવા મળ્યાં હતાં
થલાઈવા પહેલાં પીએમ નરેન્દ્ર મોદી આ શોમાં આવી ચુકયા છે 12 ઓગસ્ટ, 2019ના રોજ ડિસ્કવરી ચેનલ પર ‘મેન Vs વાઈલ્ડ’માં પીએમ મોદી તથા બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યાં હતાં.આ શો પણ ખુબજ સફળ સાબિત થયો હતો જેને લાખો લોકોએ જોયો અને વખાણ્યો પણ હતો. આ શોનું શુંટીંગ બેયરે ઉત્તરાખંડના જિમ કોર્બેટના જંગલોમાં કર્યું હતું. મોદી-બેયર ગ્રિલ્સના એપિસોડને 3.6 બિલિયન સોશિયલ ઈમ્પ્રેશન જ્યારે સુપરબોલ ઈવેન્ટને 3.4 ઈમ્પ્રેશન મળી હતી.