ભારતમાં એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ કેટલાક સેલીબ્રીટી દેશ છોડીને વેકેશન મનાવી રહ્યા છે. ખાસ કરીને માલદિવ્સની ટુરનુ ચલણ વધી ગયુ છે. દેશમાં રહીને કોરોનાના દર્દીને મદદ કરવાની વાત તો દુર રહી પણ ઉપરથી માલદિવ્સ ટુરના ફોટો-વીડીયો શેર કરીને પોતાનો આંનદ બતાવી રહ્યા છે. જેને લઈને અભિનેતા ન્વાઝુદ્દીન સિદ્દીકીએ ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે કહ્યું, ‘આ એન્ટરટેઈનમેન્ટ સેલિબ્રિટી આવા સમયમાં તેમના વેકેશનના ફોટોઝ પોસ્ટ કરે છે. દુનિયા હાલ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.’ લોકો પાસે ખાવાનું નથી અને તમે લોકો પૈસા ઊડાવી રહ્યા છો. થોડી તો શરમ કરો. મારા ખ્યાલથી વેકશન માણવું ખોટું નથી, પણ દેખાડો કરવું ખોટું છે. ‘વધુમાં એક્ટરે કહ્યું, આ લોકોએ માલદિવ્સને એક તમાશો બનાવ્યું છે, મને ખબર નથી ટુરિઝ્મ ઇન્ડસ્ટ્રીમાં શું અરેંજમેન્ટ છે, પરંતુ માણસાઈને નાતે તમે તમારું વેકેશન તમારા સુધી જ સીમિત રાખો. અહીં દરેક જગ્યાએ દુઃખ છે. કોવિડ કેસ સતત વધી રહ્યા છે. જો દિલ જેવું હોય તો જે લોકો પીડિત છે તેમની સામે દેખાડો ના કરો. એક કમ્યુનિટી તરીકે આપણે ભારતના એન્ટરટેનર્સને ગ્રો કરવાની જરૂર છે. આથી મારો માલદિવ્સમાં વેકેશન ગાળવાનો કોઈ પ્લાન નથી. હું મારા હોમટાઉન બુઢાનામાં મારા પરિવાર સાથે છું અને આ જ મારું માલદિવ્સ છે. નવાઝનું આ સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે રણબીર કપૂર-આલિયા ભટ્ટ, ટાઈગર શ્રોફ-દિશા પટની એન સારા અલી ખાન માધુરી દીક્ષિત, જાહન્વી કપૂર ઉપરાંત અન્ય ઘણા બધા સેલેબ્સ વેકેશન માણીને તેઓ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી રહયા છે.