NCERTએ 12મા ધોરણ સુધીની ઓડિયોબુક લોન્ચ કરી

બદલાતા સમયની સાથોસાથ હવે શિક્ષણમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેક્નોલોજી (CIET)એ ઓફિશિયલ વેબસાઈટ ciet.nic.in અને ઈ-પાઠશાળા મોબાઈલ એપ પર NCERTની ઓડિયોબુક લોન્ચ કરી છે. આ ઓડિયોબુક પ્રાથમિક ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેનાથી ઓનલાઈન એક્સેસ કરી શકાશે. આ ઓડિયોબુક સ્પેશિયલ નીડવાળા બાળકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થનારી છે. MHRDએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું “NCERTના પાઠયપુસ્તકો હવે ઓડિય ફોર્મમાં પણ ઉપલબ્ધ છે! આ સુવિધા દિવ્યાંગ અને ચિલ્ડ્રન વિધ સ્પેશિયલ નીડ માટે ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓ આ ઓડિયોબુકને ગૂગલની મદદ દ્વારા પણ એક્સેસ કરી શકે છે.

ઓડિયોબુક સાંભળવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે-

  • તમારા સ્માર્ટફોનમાં ‘ઓકે ગૂગલ’ બોલીને અથવા વોઇસ આસિસ્ટન્ટ ઓપ્શન ક્લિક કરીને ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો
  • વોઇસ આસિસ્ટન્ટ એક્ટિવ થયા પછી, ‘સ્પીક ટૂ NCERT’બોલવું
  • આસિસ્ટન્ટ તમને તમારા ક્લાસ, ચેપ્ટર, યુનિટ અને તે પાઠ વિશે પૂછશે જે તમે સાંભળવા માગો છો.
  • હવે તમારી પસંદગીનો ઓપ્શન બોલો અને ઓડિયો-બુક શરૂ થઈ જશે

આ બુક્સની ઓડિયો ઉપલબ્ધ હશે

  • મેરીગોલ્ડ, રિમઝિમ, રુચિરા, દુર્વા, વસંત, એ પેક્ટ વિથ સન, હની સકલ, હિસ્ટ્રી-કસ્તુરબા ગાંધી વિદ્યાલય, ઈતિહાસની રોચક ગાથા, – (ગ્રેડ1થી 8)
  • બીહાઈવ, મોમેન્ટ્સ, કૃતિકા, ક્ષિતિજ, સ્પર્શ, સંચયન, ભારત અને સમકાલીન વિશ્વ, લોકશાહી રાજકારણ, ગુલઝાર-એ-ઉર્દુ, અર્થશાસ્ત્ર, શેમહુશી, સમકાલીન ભારત,સમકાલીન ભારત -1, નવા-એ-ઉર્દુ,ફૂટપ્રિન્ટ વિધાઉટ ફીટ (ગ્રેડ 9થી 10)
  • અંતરાલ, વિતાન, હોર્નબિલ, આરોહ, વોવન વર્ડ્સ-(ગ્રેડ 11)
  • વિટાન II,આરોહ II,અંતરાલ II,ફ્લેમિંગો,અભિવ્યક્તિ અને માધ્યમ, અને કલાઈડોસ્કોપ (ગ્રેડ 12)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *